જુનાગઢ ગુફાઓ : ગુજરાતમાં જુનાગઢ જિલ્લામાં કુલ ત્રણ ગુફાઓ આવેલ છે. જેમાં,
(1) બાવાપ્યારાનો ગુફાસમૂહ : બાવાપ્યારાની ગુફાઓ બાવાપ્યારાન મઠ પાસે આવેલી છે. આ ગુફાઓ કુલ ત્રણ હરોળમાં પથરાયેલી છે, અને એકબીજા સાથે કાટખૂણાથી જોડાયેલી છે. પહેલી હરોળમાં સાત ગુફાઓ અને ત્રીજી હરોળમાં પાંચ ગુફાઓ એમ કુલ મળીને અહીં 16 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ઈ.સ.ની શરૂઆત પહેલી કે બીજી સદી દરમિયાન કંડારેલી હોય એવી શક્યતા છે.
(2) ઉપરકોટની ગુફાઓ: ઉપરકોટરાની ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે. આ ગુફાઓ ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધ થી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોય એવું માનવામાં આવે છે. (3) ખાપરા-કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ અત્યારે ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ આવેલા છે. આ ગુફાઓ ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.
ખંભાલીડા ગુફાઓ:
ખંભાલીડાની ગુફાઓ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. આ ગુફાઓ ઈ.સ. 1959માં શાંધાઈ હતી. જેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશમાર્ગની બંને બાજુ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ છે જે સ્થાપત્યો ઈ.સ. ની બીજી સદીનાં છે.
તળાજા ગુફાઓ:
ભાવનગર જિલ્લામાં આવેલ શેત્રુંજી નદીના મુખ પાસે તળાજા ડુંગર આવેલ છે. તે ‘તાલધ્વજગિરિ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓઅની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનાં ‘અભેલમંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોની આ ગુફાઓ ઈ.સ.ની ત્રીજી સદીની છે.

સાણા ગુફાઓ:
સાણાની ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપરના સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.
સાણાની ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપરના સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.
ઢાંક ગુફાઓ: ઢાંક ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે.
ઝીંઝુરીઝર:
ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદસર પાસેની ઝેંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈ.સ.ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે.
કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ:
ખાપરા-કોડિયાની ગુફાઓ કચ્છના લખતત તાલુકામાં જુના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈ.સ. 1967માં શ્રી કે.કા.શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી.
કડિયાડુંગર ગુફા:
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયાડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યકલાના ઉતમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિહંસ્તંભ છે. સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિહાંકૃતિ છે